દિવસ 8 / 30
વારસો
બાઇબલ વાંચન
પાઉલ તિમોથી સાથે વાત કરે છે અને કહે છે:
કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે અગાઉ તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે.
મારાં નાની, નેલી ફારવેલને ખરીદી કરવી બહુ ગમતી. સાચું કહું તો, મને લાગે છે કે એ ગુણ મને તેમની પાસેથી વારસામાં મળ્યો છે. તેમને ચિનાઈ માટીના કપ-રકાબી ભેગા કરવાનો શોખ હતો. આ કપ મારી મમ્મી અને તેમની ત્રણ બહેનોને મળ્યા. દરેક પાસે એ સંગ્રહના ઘણા નંગ છે.
માતા તરીકે, હું મારા બાળકને સારી વસ્તુઓ આપી જવા માગું છું. મને પર્સ અને કપડાં ખરેખર બહુ ગમે છે, પણ મને નથી લાગતું કે મારા દીકરાને એમાં બહુ મજા આવે. પણ હું તેને જે આપી જવા માગું છું તે છે ઈશ્વરભક્તિનો વારસો. હું ઇચ્છું છું કે તે સમજે કે ઈશ્વર પર ભરોસો રાખવો અને દરરોજ તેમને માટે જીવવું કેટલું મહત્ત્વનું છે. જો હું એટલું કરી શકું, તો હું માનું છું કે તેની મા તરીકેની મારી ભૂમિકા ખૂબ સફળ રહી ગણાશે!
આજે તમારા હૃદયમાં નક્કી કરો કે તમે તમારી આસપાસના લોકો માટે ઈશ્વરભક્તિનું ઉદાહરણ બનશો. એ તમારાં પૌત્ર-પૌત્રીઓ, વિદ્યાર્થીઓ, સાથે કામ કરનારા, કુટુંબીજનો કે મિત્રો હોઈ શકે. મૂર્ખાઈથી ન જીવો. સમજદાર બનો!
આજે ઈશ્વર તમને આશીર્વાદ આપો.
મનન
જેઓ તમારી તરફ આદરથી જુએ છે તેમને તમે શું આપી જવા માગો છો? ઈશ્વર પર ભરોસો રાખવાનો અર્થ શું છે તે તમે તેમને કેવી રીતે બતાવી શકો?
પ્રાર્થના
પિતા, જેમણે મને બતાવ્યું કે વિશ્વાસ કેવો દેખાય છે તેઓ માટે તમારો આભાર. મારી આસપાસના લોકો માટે ઈશ્વરભક્તિનું ઉદાહરણ બનવામાં મને મદદ કરો. મારા શબ્દો અને મારાં કાર્યો બીજાઓને તમારા પર ભરોસો રાખવા અને તમારે માટે જીવવા ઉત્તેજન આપે. આમેન.