દિવસ 18 / 30
છેલ્લો ઉપાય
બાઇબલ વાંચન
મને આ ભાગ બહુ ગમે છે:
યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી! 23 દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે!
તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે કોઈએ તમને કોઈ કામ માટે બોલાવ્યા હોય, પણ સૌથી પહેલાં તમને પૂછ્યું ન હોય? કદાચ યાદીમાં તમારું નામ છેક નીચે હતું… અને તેઓ અટવાઈ ગયા એટલે તમને ફોન કર્યો.
મને લાગે છે કે ક્યારેક આપણે ઈશ્વર સાથે પણ એવું જ કરીએ છીએ. બીજું બધું નિષ્ફળ જાય ત્યારે જ આપણે તેમની પાસે જઈએ છીએ.
આપણે સૌથી પહેલાં ઈશ્વર પાસે જવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ હોય, આપણે તેના વિશે પ્રાર્થના કરવી જોઈએ. આપણે એ બાબતમાં તેમના પર ભરોસો રાખવો જોઈએ. તમને જવાબ જોઈતા હોય, તો તેમની પાસે માર્ગદર્શન માગો. બાઇબલ વાંચો, તે તમને સાચા નિર્ણયો લેવામાં મદદ કરશે.
ઈશ્વરને પાછળ ન ઠેલો… જેટલું વહેલું તમે તેમની સેવા કરવાનું શરૂ કરો, એટલું સારું. જીવનમાં કયું કામકાજ પસંદ કરવું એમાં તેમને મદદ કરવા દો… જીવનસાથી પસંદ કરવામાં તેમને મદદ કરવા દો… હું માનું છું કે જો આપણે શરૂઆતથી જ સાચા નિર્ણયો લેવામાં તેમને મદદ કરવા દઈએ, તો જીવન વધારે સરળ બને; પછી આપણે જાતે જે ગૂંચવણોમાં ફસાઈ જઈએ છીએ તેમાંથી બહાર કાઢવા તેમને કરગરવું ન પડે!
તમે ગૂંચવાયેલી સ્થિતિમાં હો, તો નિરાશ ન થાઓ! ઈશ્વર વિશ્વાસુ છે. તે તમને મદદ કરશે. આ એક તદ્દન નવો દિવસ છે. આજે તેમને પસંદ કરો.
ઈશ્વરને તમારી પહેલી પસંદ બનાવો. તેમને તમારો છેલ્લો ઉપાય ન બનાવો.
આજે ઈશ્વર તમને આશીર્વાદ આપે.
મનન
તમારે કઈ પરિસ્થિતિ ઈશ્વર પાસે લાવવાની જરૂર છે? તેમની મદદ શોધતાં તમને બાઇબલમાંથી કયું માર્ગદર્શન મળે છે?
પ્રાર્થના
હે પિતા, બીજું બધું અજમાવી જોયા પછી જ તમારી પાસે આવવાની મારી ભૂલ માટે મને માફ કરો. તમારી દયા કદી ખૂટતી નથી તે માટે તમારો આભાર. સૌથી પહેલાં તમને શોધવામાં, તમારું માર્ગદર્શન સાંભળવામાં અને મારી સામેના નિર્ણયોમાં તમારા પર ભરોસો રાખવામાં મને મદદ કરો. આમેન.