દિવસ 24 / 30
હૉસ્પિટલ
બાઇબલ વાંચન
ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.’”
હૉસ્પિટલ એવી જગ્યા છે જ્યાં બીમાર લોકો સાજા થવા જાય છે. દર્દીઓ ફરી તંદુરસ્ત થાય એ માટે હૉસ્પિટલનો સ્ટાફ બનતું બધું કરે છે.
હું માનું છું કે ચર્ચ હૉસ્પિટલ જેવું હોવું જોઈએ. ભાંગી પડેલા, ઘવાયેલા, અધૂરા લોકો ચર્ચમાં આવી શકે અને તેમને જોઈતી મદદ મળે – પ્રેમ, માફી, કૃપા, સત્ય. ઇમરજન્સી રૂમ કોઈ માણસને બીમાર હોવાને કારણે અંદર આવવા ન દે, એ તો ગાંડપણ કહેવાય! એ જ રીતે, જો ચર્ચ કોઈને એટલા માટે પાછા કાઢે કે તેઓ બહુ મુશ્કેલીમાં છે કે બહુ ભાંગી પડેલા છે, તો એ બહુ દુઃખની વાત છે. ચાલો, આપણે લોકોને પાછા કાઢવાના દોષી ન બનીએ.
ચર્ચમાં આવતા ભાંગી પડેલા લોકોની અવગણના પણ ન થવી જોઈએ. આશા છે કે તમે હૉસ્પિટલમાં જાઓ ત્યારે તમને કોઈ ખૂણામાં બેસાડીને ભૂલી ન જાય! માણસની બીમારીની અવગણના કરવાથી અકાળે મરણ થઈ શકે. દર્દીઓએ તેમને જરૂરી સારવાર અને દવાઓ લેવા તૈયાર રહેવું જોઈએ. દર્દીઓને સાજા થવાની ઇચ્છા હોવી જોઈએ, અને એનો અર્થ એ પણ થાય કે જીવનશૈલી કે વર્તન બદલવું પડે. ક્યારેક બહુ ગૂંચવાયેલી બાબતોનો સામનો કરવો પડે છે.
ચાલો, આપણે ચર્ચનાં બારણાં ખોલવામાં આપણો ભાગ ભજવીએ અને જેમને મદદ અને સાજાપણાની જરૂર છે તેમનો આવકાર કરીએ!
આજે ઈશ્વર તમને આશીર્વાદ આપે.
મનન
દુઃખી હોય એવી કોઈ વ્યક્તિને તમારા ચર્ચમાં આવકાર અને કાળજીનો અનુભવ થાય તે માટે તમે કેવી રીતે મદદ કરી શકો?
પ્રાર્થના
હે ઈસુ, ભાંગી પડેલા અને જરૂરિયાતમંદ લોકોનો આવકાર કરવા માટે તમારો આભાર. મને દયાળુ હૃદય આપો અને પ્રેમ, કૃપા અને વ્યવહારુ કાળજી આપવામાં મને મદદ કરો. બીજાઓ માટે જગ્યા કેવી રીતે કરવી અને તેઓ તમારી મદદ શોધે ત્યારે તેમની સાથે કેવી રીતે ચાલવું, તે મને બતાવો. આમેન.