દિવસ 25 / 30
જે કરવા માટે તમે જન્મ્યા છો
બાઇબલ વાંચન
પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે.
થોડાં વર્ષો પહેલાં હું ટીવી પર સેલીન ડીયોનને ગાતાં જોતી હતી. તે ગાતી હતી ત્યારે મને વિચાર આવ્યો કે આ સ્ત્રી તો ગાવા માટે જ જન્મી છે! મને એ પણ યાદ છે કે તે દિવસે મેં એક બહુ જોખમી પ્રાર્થના કરી હતી – મેં ઈશ્વરને કહ્યું કે હું જે કરવા માટે જન્મી છું તે જ કરવા માગું છું.
હું માનું છું કે તે પછી મારા જીવનમાં ઘણું બદલાવા લાગ્યું.
આજે હું તમને પડકાર આપું છું કે તમારા પૂરા દિલથી ઈશ્વરને શોધો. આખા વિશ્વના ઈશ્વરને પ્રાર્થના કરીને એમ કહેવું કે “મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ,” એ બહુ શક્તિશાળી બાબત છે. (લૂક 22:42, IRV, અંશ) તમે જે કરવા જન્મ્યા છો તે કરવા માટે તેમને તમારો ઉપયોગ કરવા દો!
ઈશ્વર ઇચ્છે છે કે તમે તમારા જીવનનો હેતુ પૂરો કરો!
આજે ઈશ્વર તમને આશીર્વાદ આપે.
મનન
પ્રાર્થનામાં તમે ઈશ્વર પાસે કઈ આવડતો કે ઇચ્છાઓ લાવી શકો? તમારા જીવન માટે તેમની ઇચ્છા શોધતાં તમે કયું પગલું ભરી શકો?
પ્રાર્થના
હે પિતા, તમે મને જે કરવાનું તેડું આપ્યું છે તે હું કરવા માગું છું. મારા પૂરા દિલથી તમને શોધવામાં અને મારી યોજનાઓ તમને સોંપવામાં મને મદદ કરો. તમારી દોરવણી પ્રમાણે ચાલવાની અને તમે મને આપેલી આવડતો વાપરવાની હિંમત મને આપો. આમેન.